સાપ્તાહિક રાશિફળ

(11 જાન્યુઆરી 2009 – 17 જાન્યુઆરી 2009)

ARIES
મેષ
જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજની પ્રશંસા થશે. પારિવારિક સ્થિતિમાં પરિવર્તન જોવા મળશે. વ્યાપારિક લાભ, પ્રસન્નતાનો અનુભવ કરશો. આર્થિક યોગ અનુકૂળ. અટવાયેલા નાણા પરત મળશે. મિલનસારિતા વધશે.
TAURUS
વૃષભ
વ્યાવહારિક બાબતોનું સમાધાન થશે. વૈચારિક આવેશ, ક્રોધ પર નિયંત્રણ રાખો. આપના સ્વભાવનો ખોટો ફાયદો અન્ય લોકો ઉપાડશે. શત્રુ પક્ષ કષ્ટપ્રદ રહેશે. હાલ વિવાદોથી બચો. લેણ-દેણની બાબતોમાં ધ્યાન રાખો. કોઈ બાબતોમાં અનિશ્વિતતા રહેશે.
GEMINI
મિથુન
સાવધાની,સતર્કતાનો લાભ મળશે. આપની વસ્તુઓ, મહત્વના કાગળો સંભાળીને રાખો. નુકસાન સંભવ છે. આર્થિક પરેશાની રહેશે. જૂના વિવાદોનું સમાધાન કરવું પડશે. પ્રતિષ્ઠાનું ધ્યાન રાખો. આર્થિક યોગ મધ્યમ. હાલ વધારે જવાબદારી, જામીન, દેણાથે દૂર રહો.
CANCER
કર્ક
નિરંતર પ્રયાસરત રહેવું પડશે. કામની ચિંતા રહેશે. વધારે લાલચ ન કરો. વ્યાપારિક પ્રતિસ્પર્ધા, ભાગીદારીમાં તણાવ સંભવ છે. કોઈ નાની-મોટી વાત વિચલિત કરશે. આર્થિક યોગ મધ્યા, વ્યસનાધીનતાથી બચો.
LEO
સિંહ
પ્રતિષ્ઠા, માન-સન્માન આપને ઉત્સાહિત રાખશે. યોજનાઓ પર ચર્ચા થશે. કામકાજની શ્રેષ્ઠ સ્થિતિ રહેશે. નોકરી, રાજ્યપક્ષમાં ઉન્નતિ થશે. અધિકાર, સ્થાન, પદ મળશે. પારિવારિક દૃષ્ટિથી સુખદ અનુભવ આવશે. આર્થિક લેણ-દેણની પૂર્તિ થઈ શકે છે.
VIRGO
કન્યા
વ્યર્થ તણાવ, પરેશાની રહેશે. સ્પષ્ટતા રાખો. કામ પ્રત્યે ગંભીરતા ઉપયોગી રહેશે. વ્યાપાર-વ્યવસાય સામાન્ય ચાલશે. નોકરી રાજ્યપક્ષમાં અનિશ્ચિતતા રહેશે. વધારે પરિશ્રમ કરવો પડશે.
LIBRA
તુલા
સહયોગ મળશે. સમજણ વિચારને અનુરૂપ કાર્ય થશે. વ્યાપારિક પ્રગતિથી વિશ્વાસ વધશે. ઉચિત રોકાણ, લાભની સંભાવના બનશે. નોકરી-રોજગારમાં અધિકાર, પદ, સ્થાનનો સંતોષ રહેશે. આર્થિક યોગ ઠીક. વિશેષ ખર્ચની પૂર્તિ સંભવ છે. પારિવારિક દૃષ્ટિએ સમય ઉત્તમ.
SCORPIO
વૃશ્ચિક
કામકાજમાં પરિવર્તન કરવું પડશે. વાસ્તવિકતાને મહત્વ આપો. વ્યાવહારિક સ્થિતિઓ પક્ષઘર કરી શકશો. મહત્વના કાર્યોમાં ઉતાવળ ન કરો. વ્યસનાધીનતાથી બચો. કાયદાકીય વિવાદ કરાર, લખાણમાં સાવધાને રાખવી પડશે.
SAGITTARIUS
ધનુ
વ્યક્તિગત બાબતોને મહત્વ આપવું પડશે. આત્મવિશ્વાસ વધશે. સ્થિતિઓનો ઉપયોગ કરી શકશો. વ્યાવહારિક વિધ્નો સંભવ છે. જાતિગત, સામાજિક બાબતોમાં સમસ્યા આવશે. પારિવારિક આમોદ-પ્રમોદ રહેશે. યાત્રા યોગ ઠીક.
CAPRICORN
મકર
ત્વરિત નિર્ણયોથી કામ થશે. અનિશ્વિતતમાં ન રહો. કાર્ય કુશળતા વધારવી પડશે. પરિશ્રમ, ભગદોડ આવશ્યક. નોકરી રાજ્યપક્ષમાં વિલંબથી પરેશાની થશે. અધિકારી અસંતોષ દર્શાવશે. વ્યાપારિક કરાર, લેણ-દેણમાં સાવધાની રાખો. જવાબદારી વધશે.
AQUARIUS
કુંભ
વિશેષ સહયોગ મળશે. વગર વિચારેલા કાર્યોમાં સફળતા મળશે. કામના અવસર આવશે. આર્થિક કામકાજમાં સુધાર થશે. વ્યક્તિગત વિચારનો લાભ મળશે. ઉત્સાહ રહેશે. વાસ્તવિકતાને મહત્વ આપો. ક્રોધથી બચો. પારિવારિક પ્રસન્નતા રહેશે. સંતાન પક્ષની પ્રગતિ થશે.
PISCES
મીન
સ્વભાવને અનુરૂપ કાર્ય થશે. વ્યક્તિગત પ્રયત્નોમાં સફળતા મળશે. વ્યાવહારિક બાબતો પક્ષઘર કરી શકશો. નોકરી, રાજ્યપક્ષમાં પદની પ્રતિષ્ઠા મળશે. આર્થિક યોગ ઉત્તમ. સાધારણ દેણામાં રાહત, સંતોષ રહેશે. યાત્રાની યોજના બનશે.

Source: વેબદુનિયા

7 Responses

  1. Dharmeshbhai, Tamaro saptahik rashi fal vachyo pan samaj nathi padti ke aa sena pramane chhe? Zodiac ke pacchi…. Moon sign??

    Mare to banne alag bane chhe…!! bhavishya kayu vachvu?

  2. Pratham to Blog surf karava mate tamaro Abhar Aakashbhai, ane asha chhe tamane aa blog ma kaik sari mahiti mali hase, ane hamesha tamara feedback no abhari rahish.

    Rashi fal Zodiac pramane chhe.

    Thanks,

  3. shaptahik rashi fal is one of the reason to visit this blog

  4. dharmesh bhai mazza aave chhe e joine ke ek baaman tamaara jevo chhe…mane pan aavuj vataavaran faave chhe…very good blog…happy to find this blog….thank you bhai…..

  5. HI,

    Nice posting about astrology….

    Can i know from which site you collect Gujarati astrology??

    If you are intersted in astrology then i have source of ASTROLOGY SOFTWARE.

    It can help you to Pridict more things here.

    If you need that then just E-Mail me.

  6. have to varas pan badalaai gayu…dharmeshbhai…navu raashi fal nathi mukavu?

  7. વિજયભાઇ, હમણા દોઢ મહિના માટે ઇન્ડિયા વેકેશનમા ગયેલ હોવાથી ઘણા અપડેટ બાકી છે, થોડો સમય આપો ફરીથી અપડેટ ચાલુ થઇ જાશે. આભાર.

Leave a Reply