ઇન્ટરનેટ ઉપર તમારા ફેમિલીનુ વંશવૃક્ષ

મિત્રો, હુ જાણુ છુ કે ઘણા સમયથી તમે લોકો કોઇ નવા જોક કે નવા આર્ટીકલની રાહ જોતા હતા, પણ સંજોગ જ કંઇક એવા હતા કે જેના કારણે એવુ લાગતુ હતુ કે સમય મારી પાછળ અને હુ સમયની પાછળ ભાગતો હોવ… સાચી વાત કહુ તો મારા સાળા સાહેબ ધવલભાઇ, કે જે અમદાવાદની સોફ્ટવેરની મલ્ટીનેશનલ કંપનીમા ટેકનીકલ લીડ તરીકે ફરજ બજાવે છે, જે નવેમ્બર મહિનામા પરણી રહ્યા છે, અને આવા ખુશીના પ્રસંગમા અણવર તરીકેની ફરજ બજાવવા મારે તેની સાથે વ્હેલા જઇને ઉભુ રહેવુ પડે, પણ અહિયા દુબઇમા તમે સાંભળતા જ હશો કે બહુ ડેવલપમેન્ટ થઇ રહ્યુ છે, અને અમારી કંપની પાસે પણ ઘણા નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો આટલા અગાઉથી રજા માંગવી એજ એક મોટુ કામ છે, અને હુ વ્હેલા નહિ જઇ સકવાથી અમારા શ્રીમતિજીને તો વ્હેલા મોકલવા જ રહ્યા, એટલે હજુ ૨ દિવસ પહેલા જ હેતલ અને અમારો નટખટ નિલય દુબઇથી રાજકોટ ગયા, અને એના જવાની ધમાલમા મને પુરતો સમયજ ના મળ્યો. પણ હવે એકલતાનો લાભ લઇને બને તેટલુ વધારે જ્ઞાન તમને આપવાની કોશિશ કરીશ અને સાથે સાથે ગમ્મત તો ખરી જ.

 

તો ચાલો આજે એક ટેકનોલોજીની વાત કહુ કદાચ ઘણા કે જેઓ રેગ્યુલર ઇન્ટરનેટ સર્ફીંગ કરે છે તેઓને ખબર પણ હશે.

શુ તમને ક્યારેય લાગે છે કે તમારા સંપુર્ણ ફેમીલીનુ કોઇ Tree (વંશવૃક્ષ) હોવુ જોઇયે? અને એ પણ જો ઇન્ટરનેટ ઉપર ઓનલાઇન હોય કે જે તમે કોઇ પણ વ્યક્તી સાથે Share કરી શકો, અને તમારા આખા ફેમિલીના કોઇ પણ સભ્ય તેને જોઇ શકે, બીજાને બતાવી શકે, પ્રીન્ટ લઇ શકે, ગમે ત્યારે બહુ સરળતાથી એટલે કે વધીને ૧૦ મિનીટમા તમે તેમા નવા સભ્યોને ઉમેરી શકો અને કઇ પણ ફેરફાર કરી શકો, ફેમિલીના બધા સભ્યોની માહિતી – ફોટા સાથે મુકી શકો…. શુ લાગે છે, મજા આવે ને? તો અહિ ક્લિક કરો, નવુ Registration કરો અને શરુ કરી દો તમારુ ફેમિલીનુ Tree બનાવવાનુ, જો ક્યાય પણ તકલીફ પડે તો મને કહો હુ વધારે માહિતી આપીશ.

5 Responses

  1. ya that’s also awesome Kartikbhai…Thanks

  2. Very good job, Dharmeshbhai! A great help…..
    Please visit my blog http://binatrivedi.wordpress.com/

  3. THENK,S

  4. સારી માહિતી આપવા બદલ આભાર.

Leave a Reply