આવી રહ્યો છે ગુગલનો એન્ડ્રોઇલ ફોન….

 

આમ તો એપલના આઇ ફોન ના ફીચર્સથી તો બધા હવે વાકેફ જ છીયે, આવા એપલના ફોનની સામે મેદાનમા ટી-મોબાઇલ (યુ.એસ. ની બહુ જાણીતી મોબાઇલ કંપની) અને ગુગલ બન્નેયે મળીને એક નવો સ્માર્ટ ફોન ૨ દિવસ પહેલા બહાર પાડ્યો, જેમા ગુગલની એન્ડ્રોઇલ ઓપરેટીંગ સિસ્ટમ હશે. આ મોબાઇલનો મુખ્ય ઉદેશ્ય મોબાઇલમા વધારે ને વધારે વાયરલેસ અને ઇન્ટરનેટ ટેકનોલોજી આપવાનો છે.

ગુગલે સેલફોન ઇન્ડસ્ટ્રીમા આ સાથે પ્રવેશ કર્યો છે. અને જે વધારે અને વધારે ઇન્ટરનેટ ટેકનોલોજી મોબાઇલ યુઝર્સને આપે તેવો તેનો સંકલ્પ છે.

આ ફોન તાઇવાનની એચ.ટી.સી. (HTC) કંપનીએ મેન્યુફેક્ચર કર્યો છે. મોબાઇલમા ટચ સ્ક્રીન છે કે જે સ્લાઈડ કરીને કી-બોર્ડ પણ ખોલી શકાય છે. મોબાઇલ ટી-મોબાઇલ કંપનીના ૩જી નેટ્વર્કને સપોર્ટ કરે છે.

મોબાઇલમા ગુગલ સર્ચનુ બટન બધે જોવા મળે છે. મોબાઇલનુ વેબ બ્રાઉઝર ગુગલ ક્રોમ બ્રાઉઝર જેવુ બનાવવામા આવ્યુ છે. આ મોબાઇલને જી૧ (G1) નામ આપવામા આવ્યુ છે, કે જે લગભગ ૧૮૦ ડોલરમા ઉપલ્બ્ધ થશે, અને યુ.કે.મા નવેમ્બરમા અને બાકીના દેશોમા ધીરે ધીરે મળતો થશે.

આ મોબાઇલના વધારે ફાયદાઓ કે ગેર ફાયદાઓ તો સમય આવતા જ ખબર પડશે.

2 Responses

  1. મુખ્ય બાબત એ હશે કે આ ફોનનું સોફ્ટવેર ઓપનસોર્સ હશે..

  2. Good, Keep on continue for good information

Leave a Reply