હેલ્મેટ અને ગાંધીગીરી

 

ઉમંગભાઇ શાહ કે જેઓ અમદાવાદના ખાડીયા વિસ્તારમા રહે છે, તેઓ એ ફરજીયાત હેલ્મેટ પહેરવા સામે જે ગાંધીગીરી શરુ કરી છે, તે અત્યાર સુધી મારા ધ્યાનમા નહી આવેલી, આજે જ એક ખાસ મિત્ર ના ઇ-મેઇલથી ખબર પડી. આ લેખ કે જે ટાઇમ્સ ઓફ ઇન્ડીયા મા ગયા વર્ષે જુલાઇ મહિના મા આવ્યો હતો તે વાંચવા માટે અહિ ક્લિક કરો. અથવા નીચે તેની સ્કેન કોપી પણ મુકેલ છે.

gandhigiri1

બોલીવુડના જોક્સ

મુવી ડિરેક્ટર કહેઃ હવે તારે આ સીનમા ૧૫મા માળથી કુદવાનુ છે.

બીચારો નવો એક્ટરઃ પણ સર જો મને કઇ થઇ ગયુ તો?

ડિરેક્ટરઃ અરે ચીંતા ના કર, આ મુવીનો છેલ્લો સીન જ છે.

=======================================================

રોબર્ટ ને ત્યા ટ્વિન્સ નો જન્મ થાય છે,

રોબર્ટ તેના બોસ અજીત પાસે જઇને નામ પુછે છે; રોબર્ટઃ બોસ, દોનો બચ્ચો કા નામ ક્યા રખુ?

અજીતઃ એક કા નામ રખો પીટર…. રોબર્ટઃ એન્ડ બોસ્ દુસરે કા? અજીતઃ નોન સેન્સ, દુસરે કા નામ રખો રીપીટર….

============================================================

બસંતીઃ ભાગ ધન્નો ભાગ, આજ તેરી બસંતી કી ઇજ્જતકા સવાલ હૈ…..

ધન્નોઃ અરે તુજે અપની પડી હૈ, મેરે પીછે ગબ્બરકે ૧૦ ઘોડે પડે હૈ ઉસકા ક્યા??

===========================================================

થોડા નવા ટુચકાઓ…

 

એક વખત એક ભાઇ એક બંગલાની બેલ વગાડી, નોકરે દરવાજો ખોલ્યો અને કહેઃ તમારે કોનુ કામ છે? પેલો કહેઃ તમારા માલિકનુ કામ છે, ક્યા છે? નોકરઃ શું કામ હતુ? પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… નોકરઃ પણ સાહેબ તો કાલે જ બહાર ગામ ગયા છે. પેલો કહેઃ ઓ મારે તો એ બિલનુ પેમેન્ટ એમને આપવાનુ હતુ.. નોકરઃ અને આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.

============================================================

એક વાર સાંતાસિંહ નો મિત્ર તેની પાસે આવ્યો અને કહે, અરે સાંતાસિંહ તમારી પત્ની તમારા ડ્રાઇવર સાથે ભાગી ગઇ એનો મને બહુ અફસોસ છે, સાંતાસિંહ કહેઃ ચિંતા ના કર મને ડ્રાઇવીંગ આવડે છે… ===========================================================

સાંતાસિંહ ને કોઇ ગુનાહ માટે અદાલતમા લઇ ગયા, ન્યાયાધીશ કહે, સાંતાસિંહ તમને અગાઉ કેટલી વખત જેલની સજા થઇ છે? સાંતાસિંહ કહે, સાહેબ ૯ વખત… ન્યાયાધીશ કહે, ઓહહો, વખત, તો તો મારે તમને બહુ આકરી સજા આપવી પડશે? સાંતાસિંહ કહે, સાહેબ રેગ્યુલર કસ્ટમર માટે કોઇ ડિસ્કાઉન્ટ નથી? ==========================================================

સાંતાસિંહનો છોકરો તેને કહેઃ પપ્પા મને કહો, તમે મમ્મીની કઇ વસ્તુથી પ્રભાવિત થઇને તેને પસંદ કર્યા હતા? સાંતાસિંહ કહેઃ ઓહ્હો તો હવે તને પણ આશ્ચર્ય થવા લાગ્યુ કે હુ એને શુકામ પરણ્યો?… ===========================================================

ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે? કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…

 ============================================================

એક ભાઇ, સાંતાસિંહને કહે હું તમારા ઘરની નીચેથી પસાર થતો હતો ત્યારે તમારા છોકરાએ પત્થરનો ઘા કર્યો… સાંતાસિંહ કહે, તમને કેવુક વાગ્યુ? પેલા ભાઇ કહેઃ એ મારી બાજુમાથી પસાર થઇ ગયો, એટલે હુ બચી ગયો… સાંતાસિંહ કહે, તો એ મારો છોકરો નહી હોય ભાઇ…..

 

સાંતાસિંહ અને તેની વાતો….

santa-banta1

 

સાંતાસિંહને એક વખત કોઇયે પુછ્યુ “હાડપિંજર એટલે શુ?”, સાંતાસિંહ કહે કે એક એવો માણસ કે જેને ડાયટીંગ તો શરુ કરી દીધ છે પણ બંધ કરવાનુ ભુલી ગયો છે.

=============================================================

જેલમા સાંતાસિંહને એક જેલર કહે, કાલે સવારે ૫ વાગ્યે તને ફાંસી આપવામા આવશે.

સાંભળીને સાંતાસિંહ હસવા લાગ્યો, જેલર કહે, કેમ શુ થયુ? બહુ ખુશ છે ફાંસીની ખબર સાંભળીને?

સાંતાસિંહ કહે ના, હુ એટલે ખુશ છુ કેમકે હુ તો સવારે ૮ વાગ્યે ઉઠુ છુ…

=============================================================

સાંતાસિંહ તેના નોકરને  કહે ” જા અને બગીચામા પાણી પાઇ આવ..”

નોકર કહે, સાહેબ બહાર વરસાદ આવે જ છે.

સાંતાસિંહ કહે તો એવુ હોય તો છત્રી લઇને જા….

==============================================================